કન્સ્ટ્રક્શન કંપનીએ 166 કરોડનું ટેન્ડર ભર્યું હતું જેને મંજૂરી મળતાં જ 14 ઓગસ્ટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આ સાથે જ કેમ્પ સાઇટ ડેવલોપ કરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. કંપની દ્વારા મશિનરી ગોઠવવામાં આવી રહી છે અને કેમ્પ તૈયાર કરવાની સાથે જ ફાઉન્ડેશનનું પણ કામ હાથ ધરાશે. હાલમાં નદીમાં પાણી હોવાથી કેમ્પ સાઇટ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 13 સપ્ટેમ્બર 2026 સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ કરી દેવાનું વર્ક ઓર્ડરમાં જણાવાયું છે.