થરાદના ભીલ વાસમાં વહેલી સવારે એક દુર્ઘટના સામે આવી છે. સવારે 4 વાગ્યે આકાશીય વીજળીના કડાકા સાથે એક મકાન ધરાશયી થયું હતું. મકાનમાં તે સમયે પિતા અને પુત્ર સૂતેલા હતા. નસીબજોગે બંનેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં પિતાને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે બાળકને કોઈ ઈજા થઈ ન હતી. વીજળી પડવાથી મકાનને ભારે નુકસાન થયું છે. હાલ પીડિત પરિવાર સરકાર પાસે નાણાકીય સહાય અને અન્ય મદદની માંગણી કરી રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે.