કઠલાલમાં બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલવાનો કાર્યક્રમ કરાયો શ્રાવણ શુક્લ પક્ષની પુર્ણિમાને રક્ષાબંધનના શુભ દિને સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન કઠલાલ દ્વારા શ્રી કુબેરજી મહાદેવ મંદિરે મહાદેવજીના સાનિધ્યમાં શાસ્ત્રોક્ત પદ્ધતિથી યજ્ઞોપવિત પરિવર્તિત વિધિ નું આયોજન કરવામાં આવ્યું હતું.આયોજનમાં મોટી સંખ્યામાં ભુદેવો ઉપસ્થિત રહ્યા હતા અને નવી જનોઈ ધારણ કરી હતી.