સુરતનાં લિંબાયતમાં રહેતા શ્રમજીવી યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસે કારણ જાણવા માટેની તપાસ શરૂ કરી છે.ઉત્તરપ્રદેશ જોનપુરના વતની અને હાલ લિંબાયત વિસ્તારમાં આવેલી આસપાસ પોલીસચોકીની બાજુમાં આવેલા સંજયનગરમાં રહેતા ૨૦ વર્ષીય ભરતસિંગ મુન્નાસિંગ ચૌહાણ છૂટક મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. શનિવારે બપોરે ભરતસિંગે ઘરે લોખંડની એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.