ભાણવડ ચુનારાવાસમાં તૂટેલી ગટર કુંડી અને ખાડાના સમારકામ માટે તાત્કાલિક કાર્યવાહીની માંગ ભાણવડ શહેરના ચુનારાવાસ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા એક મહિના પહેલા ભૂગર્ભ ગટર કુંડી તોડી ખાડો ખોદવામાં આવ્યો હતો જોકે, આજ દિવસ સુધી આ ખાડાનું સમારકામ કરવામાં આવ્યું નથી આ ખાડામાં ગંદકી ભરાઈ જવાથી વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને આવવા-જવામાં નાગરિકો તથા વાહનચાલકોને ગંભીર અકસ્માતનો ખતરો આના કારણે વિસ્તારના નાગરિકો અત્યંત હેરાન-પરેશાન.