ઝઘડિયા ડિવિઝનના છ પોલીસ મથકોમાં પકડાયેલ દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો. આ છ પોલીસ મથકોમાં ઝઘડિયા,નેત્રંગ, રાજપારડી, વાલિયા, ઉમલ્લા અને ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. છ પોલીસ મથકોમાં પકડાયેલ દારૂના જથ્થા મુજબ કુલ બોટલ ૨૪૬૩૨/- કિંમત રૂપિયા ૪૬,૯૬,૮૩૮/- ના દારૂના મુદ્દામાલ પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.