ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ મનરેગા મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને રૂબરૂ મળીને પત્ર સોંપ્યો હતો. આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે, મનરેગા એક્ટની ગાઈડલાઈન મુજબ 60:40નો લેબર મટિરિયલનો રેશીયો જાળવીને કામ કરવાનું હોય છે. આ કામગીરી કરવા માટે તાલુકો કક્ષાએથી જરૂરી માલસામાન માટે અધિકારીઓ દ્વારા ઇ-ટેન્ડર પ્રક્રિયા દ્વારા માલસામાન સપ્લાયર એજન્સી નક્કી કરવામાં આવે છે