આજે તારીખ 10/09/2025 બુધવારના રોજ સાંજે 6 કલાકે તંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર સિંગવડ તાલુકાનો કબુતરી ડેમ 100% પાણીના આવક સાથે ઓવર ફ્લો થયો હતો. અને નીચાણવાળા ગામોને એલર્ટ પણ કરાયા હતા. જેમાં હવે કબુતરી ડેમ માં વધુ પાણીની આવક થતાં ડેમ માથી 561.79 ક્યુસેક પાણી આઉટ ફ્લો થયું. જેમાં ડેમની કુલ સપાટી 186.3 મીટર છે અને અને હાલ પાણીની સપાટી 186.50 મીટર સુધી પહોંચી. જેને લઇને વધારાનું 561.79 ક્યુસેક પાણી આઉટ ફ્લો થયું.