ઉધના વિસ્તારમાં આવેલ વિનાયક નગર સોસાયટી વિભાગ ત્રણમાં ગણેશ પંડાલ માંથી ચોરી થઇ છે.પંડાલ માંથી બે થી ત્રણ સગીર વયના કિશોરો આખેઆખી દાનપેટી ની ચોરી કરી ફરાર થઈ જાય છે.બે પૈકીનો એક સગીર પંડાલમાંથી દાનપેટી લાવે છે અને ત્યારબાદ કોથળામાં નાખે છે.જ્યારે અન્ય સાગર સહિત બંને ત્યાંથી ફરાર થઈ જાય છે.સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થતાં ગણેશ ભક્તોમાં પણ રોષની લાગણી પ્રવર્તી રહી છે.લોકો કહી રહ્યા છે કે ભગવાન આવા સગીરો ને સદબુદ્ધિ આપો તેવી પ્રાર્થના છે.