રાજકોટ: ગત મોડી રાત્રે રાજકોટ-મોરબી રોડ પર આવેલી અતિથિ દેવો ભવ હોટલ પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે એક કાર 10 ફૂટ દૂર હોટલ સુધી ઘસડાઈ ગઈ હતી.આ ગંભીર અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચી હતી. તાત્કાલિક તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.