વડોદરા : મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સાંસદની ગ્રાન્ટમાંથી 10 સ્માર્ટ બાલવાટિકા અને 35 શાળાઓમાં સરસ્વતીની મૂર્તિઓનું લોકાર્પણ તેમજ દસ જેટલા મધ્યાન ભોજન શેડનું ખાતમુહૂર્ત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા ખાતેથી કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ પ્રસંગે સરકારના મુખ્ય દંડક બાળ કૃષ્ણ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ધારાસભ્ય,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ સહિત પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.