ભારે ઉત્સાહ સાથે કાછલ ગામના ગૌચર ફળિયામાં સ્થાપના કરેલ ગણપતિની ધૂમધામથી વિસર્જન યાત્રા નીકળી હતી. ગામમાં ફરી વિસર્જન યાત્રા કાછલ ગામની ધુમાશી ખાડીમાં ગઇ હતી. ખાડીમાં વિસર્જન સમયે પાણીના વહેણમાં 3 યુવકો તણાયા હતા. જે પૈકી બે ડૂબતા બચી જવા પામ્યા હતા. જ્યારે પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતો ચેતન શુક્કર ચૌધરી ઉ. વ. 31 પાણીના વહેણમાં તણાઈને ડૂબી ગયો હતો. બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરાતા ત્રીજા દિવસે મૃતદેહ શોધી કાઢ્યો.