ગોધરા શહેરમાં ગણેશજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી. આ યાત્રા જ્યારે શહેરના પોલન બજારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે એક ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયક દ્રશ્ય જોવા મળ્યું. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા અહીં યાત્રામાં સામેલ ભક્તો તેમજ પોલીસ અધિકારીઓનું ફૂલ આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અને તેમના માટે પાણી તથા શરબતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.