ભાદરવા માસના પવિત્ર અવસરે શ્રી અગ્નેશ્વર મહાદેવ મંદિરમાં પંચકુંડી રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના અંતે પરંપરાગત રીતે દર વર્ષે અહીં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ ભવ્ય આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રાવણ માસ દરમિયાન દાદાની પૂજા-અર્ચના કરવામાં આવે છે પરંતુ યજ્ઞ કરાયો હોતો નથી ત્યારે આ યજ્ઞ સર્વત્ર સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વિશ્વ કલ્યાણના હેતુથી કરવામાં આવે છે.