ચોમાસુ હાલ વિરામ ફરમાવી રહ્યું છે છતાં વડોદરા શહેરમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત છે. આજરોજ ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાના રસ્તા પર મસ્ત મોટો ભૂવો પડ્યો હતો. આ ભુવા ના કારણે સેકડો વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા. વડોદરા મહાનગરપાલિકા એ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાને બદલે રસ્તા પર બેરીકેટ મૂકી ને સંતોષ માન્યો હતો.