ઊંઝા શહેરમાં આજે એક સ્કૂલ બસ રોડમાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે વૃંદાવન સોસાયટી પાસેના રોડ પરથી પસાર થઈ રહેલી ખેરવા ગણપત યુનિવર્સિટીની સ્કૂલ બસ અચાનક રોડમાં ફસાઈ ગઈ હતી બસમાં અંદાજે 25 વિદ્યાર્થીઓ સવાર હતા આ બસ વિદ્યાર્થીઓને તેમના ઘરે મૂકવા જઈ રહી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.