વઘઈ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે કલ્પનાબેન મહાલા, પ્રણવકુમાર પરમાર અને કૃતિબેન ટંડેલને સન્માનિત કરાયા હતા. સાથે સાથે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તથા મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપ મેળવનારા વિદ્યાર્થીઓને પણ એવોર્ડ આપવામાં આવ્યા હતા. ઉપરાંત બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ લાવનારી શાળાઓને પણ સન્માનિત કરાયા."