શહેરમાં પડેલા ભારે વરસાદના પગલે ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે.આ રોડ રસ્તા વાહન ચાલકો માટે માથાનો દુઃખાવો અને કમરતોડ સમાન સાબિત થયા છે.છતાં તંત્ર નિંદ્રાધીન છે તેવો આક્ષેપ સુરત આપ પાર્ટી કર્યા છે.જેના વિરોધમાં સુરત આપ પાર્ટી એ પર્વત પાટિયાથી લઈ સહારા દરવાજા સુધી હાથમાં બેનરો અને પ્લે કાર્ડ સાથે દેખાવ અને વિરોધ નોંધાવ્યો હતો.જ્યાં ફરી વિસાવદરવાળી જ અને શહેરના રોડ રસ્તાઓ સુધારો લોકોનો સમય બચાવો ના નારા સાથે પદયાત્રા કરી હતી.