વિઘ્નહર્તા દુંદાળા દેવની ગણેશ ચતુર્થીના પાવન પર્વે સ્થાપના કરવામાં આવે છે.ભાવિક ભક્તો આસ્થા અને શ્રદ્ધા પૂર્વક ભક્તિ ભાવથી પૂજા અર્ચના બાદ અનંત ચતુર્થી નવમાં દિવસે બાપાને ભારે હૃદય તેમજ હર્ષોલ્લાસ અને ડી જે ના તાલે વિદાય આપે છે. ત્યારે સુરતના કામરેજ ખાતે આવેલા કૃત્રિમ તળાવમાં ભક્તો દ્વારા બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.કામરેજ સહીત આસપાસની અંદાજે 200 થી વધુ સોસાયટીમાં સ્થાપિત પ્રતિમા કામરેજ તળાવમાં વિસર્જન કરવામાં આવી હતી.