ગાંધીનગરના કોબા વિસ્તારમાં નર્સિંગની નોકરી અપાવવાના બહાને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પ્રમુખ ટ્રાવેલ્સના માલિક હીનાબેન ગોસ્વામી સાથે 3.87 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. છ મહિના અગાઉ અમરદીપ સંઘવી હીનાબેનની સોસાયટીમાં ભાડે રહેવા આવ્યો હતો. તેણે સરકારી કચેરીઓમાં સારા સંપર્કો હોવાનો દાવો કર્યો હતો. હીનાબેને તેમના ભત્રીજા પ્રીન્સ માટે મદદ માગી. અમરદીપે પ્રીન્સને પાસ કરાવવા માટે 3 લાખ રૂપિયાની માગણી કરી.