સમગ્ર દેશ,રાજ્ય સહિત સુરત જિલ્લામાં આવતીકાલે વિધિવત રીતે ગણેશની મૂર્તિ ની સ્થાપના થશે,૧૦ દિવસ ગણેશ ભક્તો ગણેશ જીની પૂજા અર્ચના કરશે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામ ખાતે ભાથીજી યુવક મંડળ દ્વારા ગણેશ જીની પ્રતિમાનું આવતીકાલે વિધિવત્ રીતે સ્થાપના કરવામાં આવશે. ભાથીજી યુવક મંડળ દ્વારા ધામધૂમથી ગણેશ જી નું આગમન કરવામાં આવ્યું હતું. નવાગામ ચારરસ્તા થી નવાગામ કોલોની સુધી આ શોભાયાત્રા નીકળી હતી.