રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે નેપાળમાં રાજકોટના 55 જેટલા નાગરિકો ફસાયેલા છે. જેમની સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી, NRG ફાઉન્ડેશન, સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર અને ભારતનું વિદેશ મંત્રાલય સંપર્કમાં છે. એમાં મોટા ભાગના રહેવાસીઓ કાઠમંડુના અગ્રવાલ ભવનમાં છે. આ સાથે જ હોટલ ગુરબા હેરિટેજમાં ચેતનાબેન મહેતા, માધુરિકાબેન દવે અને યોગેશભાઈ દવે ત્યાં હતાં, જે રાત્રે નીકળી ગયાં છે