સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ માટે રજીસ્ટ્રેશનનો આરંભ શરૂ થઈ ગયો છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા. ૨૯ ઓગસ્ટના રોજ ’સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫’ માટે રજીસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના રમતવીરોને આ મહોત્સવમાં ભાગ લેવા માટે આપેલ QR કોડ સ્કેન કરી અથવા www.sansadkhelmahotsav.in પર મુલાકાત કરી તેમના મનપસંદ ખેલમાં નામ નોંધાવી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રમતવીરો રજીસ્ટ્રેશન તા.૨૦ સપ્ટેમ્બર સુધીમાં કરાવી શકશે.