અમરાપુર બેઠકના અકાળા અને વિરડી ગામે યોજાયેલી AAPની સભામાં ભાજપના નેતા જવાહર ચાવડા હાજર રહ્યા હતા. આ સભામાં AAPના નેતા પિયુષ પરમાર પણ ઉપસ્થિત હતા. ભાજપના એક વરિષ્ઠ નેતાનું AAPની સભામાં હાજર રહેવું એ અસામાન્ય ઘટના છે અને તેનાથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.