આજરોજ સાંજે સાત કલાકે મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયામાં એક મારા મારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ વીડિયો કાલોલ તાલુકાના સમા મેઇન નર્મદા કેનાલ પાસેનો હોવાનું જાણવા મળ્યું છે.જેમાં ગઈ કાલે ગણપતિ વિસર્જનના સમય દરમિયાન કેનાલ પાસે બે ગામનાં લોકો વચ્ચે કોઇ કારણોસર બોલ ચાલી થતાં મારા -મારી થઈ હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.