સલાબતપુરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ડ્રગ્સ કેસમાં મુખ્ય સપ્લાયર ની સોમવારે ધરપકડ કરી હતી.જે આરોપીને સાથે રાખી ઉમરવાડા વિસ્તારમાં ઘટનાનું રિ કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.અગાઉ ઝડપાયેલા આરોપીને કઈ રીતે અને ક્યાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું હતું તે ઘટના સ્થળે લઈ જઈ પોલીસે પંચનામુ કર્યું હતું.અગાઉ ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ઉમરવાડા ન સપ્લાયર નું નામ સામે આવ્યું હતું.