મોરબીમાં જૈન સમાજના પર્યુષણ પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મથી લઈ મોક્ષ સુધીના ઘટના ક્રમનુ વાંચન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વ બાદ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જે મોરબી શહેરમાં દરબારગઢ, રીલીફનગર, શક્તિ પ્લોટ, વાવડી રોડ, હાઉસિંગ બોર્ડ, નરસંગ ટેકરી અને શોભેશ્વર રોડ પર ફરી હતી.