માણાવદર શ્રી જે એમ પાનેરા શૈક્ષણિક સંકુલ તેમજ આહીર સમાજના સંયુક્ત ઉપક્રમે સંસ્કાર ચિંતન શિબિરનું આયોજન જેઠાભાઈ પાનેરાના અધ્યક્ષ સ્થાને સફળ આયોજન કરાયું હતું. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો વ્યાપ અને ટેકનોલોજીના પ્રભાવથી ખાસ કરીને દીકરીઓ પોતાના ભવિષ્યનો વિચાર કર્યા વિના માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ અયોગ્ય પાત્ર સાથે લગ્ન કરે અથવા મૈત્રી કરાર કરી સામાજિક મૂલ્યોનો હાસ કરે છે એ વાતની ચિંતા કરવા માટે આ સંસ્કાર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.