પારડી તાલુકાના ઓરવાડ વિસ્તારમાં દારૂના નશામાં બેફામ કાર હંકારવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઓરવાડ ઝંડા ચોક નજીક રહેતા 43 વર્ષીય બિન્દ્રકુમાર રમણલાલ પટેલ રવિવારે બપોરે પોતાની મોપેડ પર મોતીવાડા પેટ્રોલપંપ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો.