થરાદની ધરતી હોસ્પિટલમાં એક અજાણ્યા વ્યક્તિએ બે મોટરસાઇકલની ચોરી કરી હતી. ફરિયાદીએ પોતાની મોટરસાઇકલ હોસ્પિટલના પાર્કિંગ એરિયામાં પાર્ક કરી હતી. જ્યારે તેઓ દર્દીને દવા આપી રહ્યા હતા, ત્યારે દર્દીના સગાએ તેમને જાણ કરી કે બંનેની મોટરસાઇકલો પાર્કિંગમાંથી ગાયબ છે. જે બાઇકની કિંમત રૂ.55,000 છે. બાઇકનો વીમો પૂરો થઈ ગયો હોવાથી તેમણે તરત ફરિયાદ નોંધાવી ન હતી.આ ઘટના સંદર્ભે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે