અંબાજી ગ્રામ પંચાયત ખાતે પ્રથમ વખત ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા ગણપતિજીની મૂર્તિ લાવી શાસ્ત્રોકત વિધિ પ્રમાણે બ્રાહ્મણો દ્વારા મૂર્તિ સ્થાપના કરવામાં આવી અને પૂજા આરતી કરી હતી અંબાજી સરપંચ દ્વારા આગામી ભાદરવી પૂનમનો મેળો નિર્વિધ્ને પૂર્ણ થાય અને યાત્રિકોને તથા ગામ લોકોને કોઈ મુશ્કેલી ના પડે એવી પ્રાર્થના દાદા ને કરવામાં આવી હતી