ગાંધીધામના પડાણા નજીક એક ટ્રક ડ્રાઈવર પાસેથી૮,૦૦૦ રૂપિયાની લૂંટ ચલાવનાર બે આરોપીઓ કાસમ ઉર્ફે ગુડબો સોઢા અને મૌસીમ ચાવડાની ધરપકડ કરી છે.પોલીસે તેમની પાસેથી લૂંટાયેલા રૂપિયા, ગુનામાં વપરાયેલું બાઈક અને છરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આજે બપોરે અંદાજિત 3:00 વાગે રીકન્ટ્રક્શન દરમિયાન પોલીસે PGVCLની ટીમ સાથે આરોપીઓના ઘરે તપાસ કરતા ગેરકાયદેસર વીજ કનેક્શન મળ્યું હતું.PGVCL દ્વારા વિજ કનેકશન કાપી બંને આરોપીઓને ૪૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે