થરાદમાં એક મોટરસાયકલ ચોરીની ઘટના સામે આવી છે. થરાદ માર્કેટયાર્ડમાં નોકરી કરતા પ્રભુભાઈ ચૌધરી નું હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક ચોરાઈ ગયું છે. પ્રભુભાઈ બપોરે બે વાગ્યે માર્કેટયાર્ડથી જમવા માટે પોતાના રૂમ પર આવ્યા હતા. તેમણે પોતાનું બાઇક રૂમની સામે ચકલી શેરીમાં પાર્ક કર્યું હતું. જમીને એક કલાક આરામ કર્યા બાદ જ્યારે તેઓ નોકરી પર જવા નીકળ્યા, ત્યારે બાઇક ગાયબ હતું.ચોરાયેલ બાઇકની કિંમત રૂ.60,000 આંકવામાં આવી છે.