સોમનાથ મહાદેવના સાનિધ્યમા આધ્યાત્મિક અનુભવ અને પ્રાકૃતિક સૌંદર્ય નુ મિલન માણવા દુર દુરથી પયઁટકો આવતા હોય છે .આ પયઁટકોને ઉત્તમ સુવિધા મળી રહે અને દાશઁનિક અનુભવ સાથે પ્રવાસન સુવિધા સુદ્રઢ બને તે માટે આજરોજ પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતીમા વેરાવળની ખાનગી હોટલ ખાતે ટૂર ઓપરેટર્સ રોડ શો સમિટ યોજાઈ હતી .