બોટાદ જિલ્લાના રાણપુરમાં મિલેટ્રી રોડ ઉપર આવેલ બરવાળા ચોકડીએ ઇકો કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો જ્યારે આ અકસ્માતમાં ઇકો ગાડીના ડ્રાઇવરને ઇજાઓ થતા તેઓને બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ છે જ્યારે ઈકો કાર બરવાળા પાંજરાપોળની ગાડી હોવાનું સામે આવ્યું છે અને આઇસર સુરેન્દ્રનગરનું હોવાનું સામે આવ્યું છે અકસ્માતના બનાવને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની વધુ તપાસ હાથ ધરી છે...