સાયલા તાલુકાના ધાંધલપુર ગામ પાસે સમરથ કંપનીમાં સિક્યુરિટીમાં કામ કરતા જગાભાઈ આહિર કર્મચારીઓ સાથે પેટ્રોલિંગ કરતા હતા. દરમિયાન ધાંધલપુર ચોકડીથી 2 કિમી દૂર 4 શખસ વીજ પોલ ઉપર ચડી તાર કાપી રહ્યા હતા. અચાનક નજીક પહોંચતા તમામ શખસો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. તપાસ કરતા 800 મીટર લંબાઈના અંદાજિત 900 કિલો વજન ધરાવતા એલ્યુમિનિયમ તાર કિંમત રૂ. 90,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. સ્થળ ઉપર મળેલા મોબાઈલની તપાસ કરતા ધાંધલપુર ગામ ના 4 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્ય