સુધીરભાઈ રમેશભાઈ રમુભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે આરોપી દિલીપ જીઓ એ ફરિયાદીને જણાવેલ કે ભૂલથી તમારા ખાતામાં રૂપિયા મોકલી આપેલ છે જેના ટેક્સ મેસેજ તમારા મોબાઇલમાં આવેલ હશે તમે મોબાઈલ ફોનમાં મેસેજ જોઈ લો. ફરિયાદીએ જોતા કુલ પાંચ ટેક્સ મેસેજ આવ્યા હતા આરોપીએ મોબાઈલ google પે નંબર ઉપર અલગ અલગ ચાર સ્કેનર ફરિયાદીના મોબાઈલ ઉપર મોકલાવી આપ્યા હતા અને કુલ પાંચ ટ્રાન્જેક્શન મળી કુલ રૂપિયા 99,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા.