ભાણવડનાં જામપર ગામે ડેમમાંથી મળી આવેલ મૃતદેહ મામલે ખુલાસોઃ મર્ડર થયું હોવાનું ખુલ્યું ભાણવડ તાલુકાના જામપર ગામે સોનમતી ડેમમાંથી ગઈકાલે અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો જે યુવકનું નામ કૈલાશ દુલુભાઈ બર્ડ હોવાનું સામે આવ્યું છે યુવકને અજાણ્યા શખ્સોએ હાથ પગ બાંધી ડેમમાં ફેંકી દઈ હત્યાં નીપજાવી હોવાનું સામે આવ્યું છે પોલીસે હત્યાંનો ગુનો નોંધી હત્યારાઓને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.