બેટીયા ગામના વિશાલ બારીયા ગોધરાથી કામ પતાવી બાઈક પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ગામના રસ્તા પર રખડતા એક શ્વાને તેમને બચકું ભરી લીધું હતું. આ ઘટનામાં વિશાલભાઈને પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રખડતા શ્વાનોના ત્રાસ સામે રોષ જોવા મળી રહ્યો છે.