વડોદરા : કેટલાક ઈસમો કારમાં શરાબનો જથ્થો ભરી ને.હાઇવે નં.48 ઉપરથી વડોદરા તરફ આવવાના છે. જે આધારે એલસીબીની ટીમે ભરથાણા ટોલનાકા પાસે વોચ ગોઠવી કારને ઝડપી પાડી હતી.કારમાંથી ત્રણ ઈસમો યોગેશ પ્રજાપતિ,મનીષ પરમાર અને અજય સોલંકી જણાય આવ્યા હતા.કારમાં તલાશી લેતા કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો મળી આવી હતી.જે સંદર્ભે પોલીસે શરાબનો જથ્થો કાર મળી 5.91 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.