ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા યોજાનાર 201 નવીન બસોનું લોકાર્પણ અને દિવાળી એક્સ્ટ્રા સંચાલન કાર્યક્રમ મોકૂફ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન થવાનું હતું. ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે આ કાર્યક્રમ હાલ માટે સ્થગિત કરાયો છે. નિગમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવી તારીખ અંગે આગામી જાહેરાત કરવામાં આવશે.