વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના વિવિધ વિભાગોમાં સ્વચ્છતાનો અભાવ, લેબ સહિતના વિવિધ પ્રશ્ને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.ત્યારે આજરોજ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી અને જો વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.