ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત ફેસ્ટમાં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની 10 થી વધુ એક્ટિવિટીઝ, રહેવા માટે આધુનિક એસી ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે મંત્રી મુળુભાઈ બેરા, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી,રમણલાલ વોરા,જિલ્લા વહિવટી તંત્ર તેમજ સ્થાનિક તંત્ર હાજર રહ્યા હતા.