નવસારી જિલ્લાના ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિર મેળામાં બનેલી દુર્ઘટનામાં ટાવર રાઈડ તૂટી પડતા ઘાયલ થયેલા રાઈડ ઓપરેટરનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. 17 ઓગસ્ટની રાત્રે બનેલી આ ઘટનામાં ત્રણ બાળકો સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. ઓપરેટરને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. ઘટનાને લઈને રાઈડ ઓપરેટરો સામે ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.