કવાંટ તાલુકાના ખાંડીબાર ઝાલાવાંટ અને રામીડેમ જવાનો મુખ્ય રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગ નો આવેલો છે. મેઈન રોડ નજીક લો લેવલ નો કોઝ વે આવેલો છે. વરસાદના પાણી કોતરમાં આવતા કોઝ વે ના છેડા નો ભાગ ધોવાઈ જતા આ રસ્તા ઉપર થી વાહન પસાર થઇ શકતું નથી. ત્યારે ત્રણ ગામના લોકો ના જણાવ્યા મુજબ અમારા ગામમાં 108 એમ્બ્યુલન્સ પણ પહોંચતી નથી. જયારે રામીડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેને લઈને તૂટેલા કોઝ વે ઉપર ત્રણ ગામોના લોકો ભેગા થયા હતા.