વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આજરોજ શનિવારે તિથવા ગામના ખેડૂત હુસેનભાઈ માહમદભાઈ સિઝનનો પ્રથમ કપાસ લઈને વેંચાણ માટે આવ્યા હોય, જેથી યાર્ડના પ્રમુખ ગુલામભાઈ પરાસરા, ઉપપ્રમુખ નાથાભાઈ ગોરીયા, ડિરેક્ટર્સ, સેક્રેટરી, વેપારીઓ તથા દલાલ ભાઈઓએ નવી સીઝનના પ્રથમ કપાસના વધામણા નારીયેળ વધેરી, મીઠાઈ વહેંચી કરી હરાજી કરતા ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ તરફથી ખેડૂતોના પ્રથમ કપાસની રૂ. 2001 પ્રતિ મણના ભાવથી ખરીદી કરી આ વર્ષે કપાસના ભાવ સારા રહેવાની આશા વ્યક્ત કરી હતી.