નવ સપ્ટેમ્બરના રોજ ઇચ્છાપોર ના ભાઠા ગામ ખાતે આવેલ રાખલનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાર્ક કરેલ મોટર સાયકલની અજાણ્યા ચોર શખ્સે ચોરી કરી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે વાહન ચાલક દ્વારા ઇચ્છાપોર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.પોલીસે વાહન ચોરીનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.cctv ફૂટેજ અને હ્યુમન સોર્સ ના આધારે રાખલનગર ખાતેથી આરોપી ગણેશ રાઠોડને શનિવારે ઇચ્છાપોર પોલીસે ઝડપી પાડી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.જ્યાં વધુ કાર્યવાહી ઇચ્છાપોર પોલીસે હાથ ધરી હતી.