ગતરોજ તારીખ 09/09/2025 મંગળવારના રોજ રાત્રે 8.30 કલાકે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ.ઝાલોદ તાલુકાના કદવાળના કોક્સા ફળિયામાં રહેતા ધર્મેશકુમાર અમરસીંગભાઈ બારીઆ જેઓ હાલ બરોડા ખાતે તબીબી પ્રેક્ટિસ કરે છે અને તેઓ વાર તહેવાર, લગ્ન પ્રસંગે તેમજ ખેતીવાડી કામ અર્થે પોતાના વતન કદવાળમા આવતા જતા રહે છે. તેઓ છેલ્લે 19-07-2025 થી 22-07-2025 સુધી કદવાળ મુકામે કામ અર્થે રોકાયા હતા ત્યારબાદ તેઓ પોતાના મકાનને તાળું મારી વડોદરા આવી ગયેલ હતા.