જામનગર જિલ્લાના જામજોધપુરના તરસાઈ ગામમાં આવેલા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પરથી પોરબંદરના શહીદી ચોકમાં રહેતા સાહિલ વિજયભાઈ જુંગી નામનો યુવાન ચાલીને જતો હતો ત્યારે યુવાન ટ્રેન હડફેટે ચઢી ગયા હતો ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.જામજોધપુર પોલીસમાં મૃતકના નાનાભાઈ ક્રીશ જુંગીએ જાણ કરાતા પોલીસે મૃત દેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી