વડોદરા : આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને લઈને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા એક મુહિમ સ્વદેશી જાગરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં લોકોને અને આયોજકોને પણ સ્વદેશી અપનાવો વિદેશી આઇટમોનો બહિષ્કાર કરવા આહવાન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગરબા મેદાનો પર વિદેશી ખાણી પીણીના સ્ટોલ નહીં લગાવવા આપીલ કરવામાં આવી છે.આ અંગે વધુ માહિતી અગ્રણી પરેશભાઈ પરીખે આપી હતી.